ભારતે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં શ્રીલંકા XIને છ વિકેટથી હરાવ્યું. 207 રનના ટાર્ગેટને 44.3 ઓવરમાં હાંસલ કર્યા બાદ પણ બેટ્સમેનોએ બેટિંગ ચાલુ રાખી, કારણ કે બંને ટીમોને ત્રીજા દિવસે 45-45 ઓવર ફાળવવામાં આવી હતી. મોહમ્મદ સિરાજે છેલ્લી ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકારીને જીત નોંધાવી.
શ્રીલંકા સામે જીત બાદ પણ ભારતીય બેટ્સમેનો બેટિંગ કેમ કરી રહ્યા હતા?
Source: Zee 24 Kalak