હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. મધ્ય પ્રદેશ પર બનેલા લો-પ્રેશર એરિયાને કારણે ચોમાસું ફરી સક્રિય થયું છે. 11થી 13 ઑગસ્ટ દરમિયાન પૂર્વ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળે ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘટ છે.
ગુજરાતમાં બે-ત્રણ દિવસ વરસાદની આગાહી
Source: BBC Gujarati