ગુરુવારે સુગર કંપનીઓના શેરોમાં ભારે તેજી જોવા મળી હતી, જેમાં કેટલાક શેર 7% સુધી વધ્યા હતા. ઘરઆંગણે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં સતત વધારો થવાને કારણે આ તેજી આવી છે. ભારતમાં ખાંડના ભાવ છેલ્લા એક મહિનામાં 8-10% વધીને રૂ. 4,400-4,800 પ્રતિ ક્વિન્ટલ થયા છે, જે એક વર્ષની ઊંચી સપાટી પર છે.
ખાંડના ભાવમાં તેજી, સુગર શેરોમાં ભારે ઉછાળો
Source: Gujarati Jagran