પંજાબના પટિયાલામાં ભાડાનું ઘર જોવા ગયેલા દંપતી પર પાલતુ પિટબુલે હુમલો કર્યો. મહિલા શેફાલીને ગંભીર ઈજાઓ થતાં તેની સર્જરી કરવામાં આવી અને તેને ICUમાં દાખલ કરવામાં આવી છે. પતિ અંકિત સભરવાલે બચાવવાનો પ્રયાસ કરતાં તેની પીઠ પર પણ બચકા ભર્યા હતા. નિષ્ણાતો આ હુમલાને 'ટેરિટોરિયલ બાઈટ' અને 'રીડાયરેક્ટેડ એગ્રેશન' સાથે સાંકળે છે.
પટિયાલામાં પિટબુલનો હુમલો: મહિલા ICUમાં, પતિ ઘાયલ
Source: Divya Bhaskar