ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં નિર્માણાધીન વિષ્ણુગઢ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં ગુરુવારે સાંજે પાણી અને કાટમાળ ધસી આવતાં 9 મજૂરોના મોત થયા છે, જ્યારે 6 લાપતા છે. 10 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. NDRF અને સ્થાનિક ટીમો શુક્રવારે સવારથી બચાવ કામગીરી ચલાવી રહી છે.
ચમોલી ટનલ દુર્ઘટનામાં 9 મજૂરોના મોત, 6 લાપતા
Source: TV9 Gujarati