સાયબર ઠગો UPI જેવી ફેક એપ બનાવીને દુકાનદારોને છેતરી રહ્યા છે. પેમેન્ટ સફળ થયાનો મેસેજ અને સાઉન્ડબારમાં નોટિફિકેશન આવે છે, પણ પૈસા ખાતામાં જમા થતા નથી. નિષ્ણાતો સલાહ આપે છે કે પેમેન્ટ બાદ બેંક બેલેન્સ ચેક કરવું જોઈએ અને અજાણી લિંક કે એપ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ.
ફેક UPI એપથી નવો સ્કેમ, દુકાનદારો સાવધાન
Source: News18 Gujarati