દક્ષિણ આફ્રિકાના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર જોલાની ટેટેની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરાઈ છે. 38 વર્ષીય ટેટે કારમાં બેઠા હતા ત્યારે બે નકાબધારી હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં તેમની સાથેની 27 વર્ષીય મહિલા ઘવાઈ છે. ટેટે 2022માં ડોપિંગ પ્રતિબંધ બાદ રિંગમાં વાપસીની તૈયારી કરી રહ્યા હતા.
પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર જોલાની ટેટેની ગોળી મારીને હત્યા
Source: Gujarat Samachar