રાજકોટ રેન્જ પોલીસે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામે 6 શખ્સોના ઘર અને ડેરીઓ પર દરોડો પાડી 7,150 લીટર ભેળસેળયુક્ત દૂધ જપ્ત કર્યું હતું. સાથે 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ પાવડર પણ મળી આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીએ સેમ્પલ લઈ આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
કાલાવડમાં 6 ડેરીઓ પર દરોડો, 7150 લીટર ભેળસેળિયા દૂધનો નાશ
Source: Gujarati Jagran