સોના-ચાંદીમાં તેજી, સોનું સર્વકાલીન ઊંચી સપાટીએ

સોના-ચાંદીમાં તેજી, સોનું સર્વકાલીન ઊંચી સપાટીએ

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ વધીને ઔંસદીઠ 4400 ડોલરની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો, જેની અસર અમદાવાદ અને મુંબઈના ઝવેરી બજારમાં પણ જોવા મળી. અમદાવાદમાં 10 ગ્રામ સોનું 2000 રૂપિયા મોંઘું થઈ 995 શુદ્ધતાવાળું 1,57,700 રૂપિયા અને 999 શુદ્ધતાવાળું 1,58,000 રૂપિયા થયું, જ્યારે ચાંદી કિલોગ્રામ દીઠ 3000 રૂપિયા વધી 2,35,000 રૂપિયા થઈ. સરકારે કસ્ટમ એક્સચેન્જ રેટ 95.25થી 96.80 રૂપિયા કરતાં આયાત ખર્ચ વધ્યો છે.

Source: Mantavya News

More in Business & Finance

Read the live feed on ZapIndies