નાણાકીય નિષ્ણાતોના મતે, જો સરેરાશ વાર્ષિક મોંઘવારી દર 6% રહે તો આજે બચાવેલા 1 લાખ રૂપિયાની ખરીદશક્તિ 20 વર્ષ પછી ઘટીને માત્ર 31,000 રૂપિયા થઈ જશે. એ જ લાઇફસ્ટાઇલ જાળવવા માટે 50,000 રૂપિયાનો માસિક ખર્ચ 1.60 લાખ રૂપિયા સુધી પહોંચી જશે. જો મોંઘવારી 8% થાય તો આ મૂલ્ય 21,500 રૂપિયા રહી જશે. તેથી, બચત પરનું વળતર મોંઘવારી કરતાં વધુ હોય તેવા રોકાણ જરૂરી છે.
મોંઘવારી: 20 વર્ષમાં 1 લાખની ખરીદશક્તિ ઘટીને 31 હજાર
Source: Aajkaal Gujarati