ગુજરાતમાં આજે TAT-S (શિક્ષક અભિરુચિ કસોટી)ની મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં 75 હજારથી વધુ ઉમેદવારો 403 પરીક્ષા કેન્દ્રો પર બે શિફ્ટમાં પરીક્ષા આપી રહ્યા છે. પ્રથમ પેપર સવારે 10:30થી બપોરે 1 વાગ્યા સુધી અને બીજું પેપર બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી લેવાશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને SOPનું પાલન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં TAT-S મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારો બે શિફ્ટમાં
Source: News18 Gujarati