ગુજરાતમાં બપોર બાદ 59 તાલુકામાં વરસાદ પડ્યો, જેમાં ખેડાના નડિયાદમાં સૌથી વધુ અઢી ઇંચ નોંધાયો. અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો, જ્યારે સુરતના ઉધનામાં પાણી ભરાતાં ટ્રાફિક જામ સર્જાયો. રાજકોટના જસદણમાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે હજુ બે દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા જણાવી છે.
ગુજરાતમાં 59 તાલુકામાં વરસાદ, નડિયાદમાં અઢી ઇંચ
Source: Gujarat First