રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં પેકેજિંગ ફિલ્મ ટ્રેડિંગ કરતા ૩૩ વર્ષીય વિમલભાઈ ચનીયારાને વાહનની વિગતો દર્શાવતો વોટ્સએપ મેસેજ અને અજાણી લિંક મોકલી સાયબર ઠગોએ તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ.૮,૧૨,૫૭૯ ઉપાડી લીધા હતા. યશ બેંકમાંથી રૂ.૪૯,૦૦૦, કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂ.૫,૬૫,૫૭૯ અને ક્રેડિટ કાર્ડમાંથી રૂ.૧,૯૮,૦૦૦નો સમાવેશ થાય છે. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં વેપારી સાથે રૂ.૮.૧૨ લાખની સાયબર ઠગાઈ
Source: Aajkaal Gujarati