વાવ-થરાદ જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, પાડણ ખાતે ગણેશ વિસર્જન કાર્યક્રમ ભક્તિભાવથી યોજાયો. ઇન્ચાર્જ આચાર્ય મુકેશભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિની પૂજા-આરતી કરી વિસર્જન કર્યું. POP કે રાસાયણિક મૂર્તિને બદલે માટીની મૂર્તિ વાપરીને ‘ઉત્સવ પણ ઉજવીએ, પર્યાવરણ પણ બચાવીએ’નો સંદેશ સમાજ સુધી પહોંચાડાયો.
પાડણ શાળામાં માટીની મૂર્તિનું પર્યાવરણલક્ષી વિસર્જન
Source: Gujarati Jagran