વડોદરાના અકોટા સ્થિત ઈન્ડિયાબુલ્સ મોલમાં કાર્યરત 'અક્ષરમ ઈમિગ્રેશન એન્ડ ટુર્સ' સામે ઈઝરાયેલમાં નોકરી અપાવવાના નામે 100થી 150 યુવાનો પાસેથી લાખો રૂપિયા લેવાના આક્ષેપ થયા છે. પીડિતોના જણાવ્યા મુજબ, પ્રોસેસિંગ ફી અને વિઝા માટે રોકડ તથા બેંક ટ્રાન્સફરથી નાણાં લેવાયા, કેટલાક પાસેથી રૂ.5 લાખ સુધી વસૂલાયા. ઓફર લેટર છતાં વિદેશ મોકલવામાં વિલંબ થતાં યુવાનોએ કચેરીએ પહોંચ્યા, ત્યાં ઓફિસ બંધ મળી. પોલીસ સમક્ષ રજૂઆત કરાઈ છે, સત્તાવાર પુષ્ટિ બાકી છે.
વડોદરામાં ઈઝરાયેલ નોકરીના નામે 100થી વધુ યુવાનો સાથે છેતરપિંડી
Source: Mantavya News