બંગાળની ખાડી પર સર્જાયેલું ડિપ્રેશન આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને 23 સપ્ટેમ્બરની રાત સુધીમાં આંધ્રપ્રદેશ-ઓડિશા કિનારે પાર કરે તેવી શક્યતા છે. ગુજરાતમાં આજે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આગામી બે-ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે.
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનની શક્યતા, ગુજરાતમાં હળવો વરસાદ
Source: Gujarati Jagran