વડોદરા સાયબર સેલે SD PAY અને APNA PAY નામની બનાવટી એપ્સથી રોકાણકારોને છેતરતા આંતરરાજ્ય સિન્ડિકેટના મુખ્ય સાગરીત નારાયણ અશોક કાંગણેને ઔરંગાબાદથી ઝડપી લીધો છે. આરોપીએ વડોદરાના ફરિયાદી પાસેથી ₹5,02,888 પડાવી લીધા હતા. તપાસમાં 4 બોગસ કંપનીઓ અને 29 બેંક ખાતાનું નેટવર્ક મળ્યું છે, જેમાંથી 27 ખાતા ફ્રીઝ કરાયા છે.
બનાવટી એપથી લોકોને લૂંટતો માસ્ટરમાઈન્ડ ઔરંગાબાદથી ઝડપાયો
Source: News18 Gujarati