સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ અને પાનવા વચ્ચે હાઇવે પર ઊભેલા ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં કારમાં સવાર બે લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ભાગીને ખેતરમાં ગયેલા ટ્રકના ક્લીનરને ઝટકા મશીનનો કરંટ લાગતાં તેનું પણ મોત થયું હતું. દસાડા પોલીસે ત્રણેય મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ ઇકો ઘૂસતાં ત્રણના મોત
Source: Zee 24 Kalak