હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 2 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 27 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 30 સપ્ટેમ્બરથી કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી ગતિવિધિ વધશે, જ્યારે 1 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. ચોમાસાની વિદાયની પ્રક્રિયા ચાલુ હોવા છતાં કેટલાક વિસ્તારોમાં વરસાદનો માહોલ યથાવત્ રહેશે.
ગુજરાતમાં 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી
Source: News18 Gujarati