હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળામાં રાજ્યના અન્ય ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ સીઝનમાં ગુજરાતમાં સરેરાશ 9 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 22 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. બીજી તરફ, અર્નવ વાવાઝોડાની અસરથી દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદથી તબાહી મચી છે.
ગુજરાતમાં 30 સપ્ટેમ્બરથી વરસાદની આગાહી, 14 રાજ્યોમાં અર્નવની અસર
Source: Zee 24 Kalak