યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા 28થી 30 સપ્ટેમ્બર સુધી જાહેર કરાયેલી દેશવ્યાપી બેંક હડતાળ ટળી છે. રવિવારે મોડી રાત સુધી ચાલેલી યુનિયન અને ઇન્ડિયન બેંક એસોસિએશન વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવાયો. હવે બેંકો નિર્ધારિત સમયે ખુલશે અને ગ્રાહકોને કોઈ મુશ્કેલી નહીં પડે. પાંચ દિવસના બેંકિંગ સપ્તાહની માંગ પર વિચાર કરવા ઉચ્ચ સ્તરીય સમિતિ રચાશે.
બેંક હડતાળ ટળી, આજથી બેંકો સામાન્ય રીતે કાર્યરત
Source: Zee 24 Kalak