રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ ખેડૂતો અને સહકારી મંડળીઓ માટે લોન મર્યાદામાં ધરખમ વધારો જાહેર કર્યો છે. કૃષિ તત્કાલ લોનની મર્યાદા ₹7 લાખથી વધારીને ₹10 લાખ અને કૃષિ વિકાસ લોનની મર્યાદા ₹4 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી છે. KCC ખરીફ ધિરાણ પર ₹5,000 કરોડના ધિરાણ સામે મંડળીઓને 1.50% વ્યાજ માર્જિનથી ₹75 કરોડ મળશે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતો માટે મોટી જાહેરાત, લોન મર્યાદામાં વધારો
Source: Gujarat First