ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી સંબંધિત કેસમાં અરવિંદ કેજરીવાલની અપીલ ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચે 29 સપ્ટેમ્બરે આ ચુકાદો આપ્યો. આ સાથે 2023માં સિંગલ જજે કેજરીવાલ પર લાદેલો રૂ.25 હજારનો ખર્ચ યથાવત રહ્યો છે. CICના 2016ના આદેશને ગુજરાત યુનિવર્સિટીએ પડકાર્યા બાદ આ કેસ ચાલી રહ્યો હતો.
મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલની અપીલ ફગાવાઈ
Source: Gujarat Mitra