ગુજરાતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય પ્રક્રિયા આગળ વધી રહી છે. આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી કે તેથી વધુ નોંધાઇ શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ-દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 2 ઓક્ટોબરથી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની અને 5 ઓક્ટોબર સુધી કોઈ ચેતવણી નહીં હોવાની આગાહી છે.
ગુજરાતમાં ચોમાસાની વિદાય, તાપમાન 35 ડિગ્રી સુધી
Source: Gujarati Jagran