હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ તથા દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ-દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, કચ્છ અને દીવમાં પણ વરસાદની શક્યતા છે. 2 ઑક્ટોબરથી 4 ઑક્ટોબર સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેવાની ધારણા છે.
ગુજરાતમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Source: BBC Gujarati