ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકા તથા વિવિધ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે ૨૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ પ્રચાર કરશે. ૧૧ ઓક્ટોબરે મતદાન અને ૧૩ ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. ગાંધીનગરમાં ૪૪ કોર્પોરેટર બેઠકો માટે મુકાબલો છે, જ્યાં ભાજપ ૨૦૨૧નો દબદબો જાળવવા પ્રયત્નશીલ છે.
સ્થાનિક ચૂંટણીમાં ભાજપના ૨૦ સ્ટાર પ્રચારકો મેદાનમાં
Source: Chitralekha Gujarati