સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે મોજાંમાં કાચી ડુંગળી રાખીને પહેરવાથી શરદી મટી જાય છે. જોકે, ચેપી રોગોનાં નિષ્ણાત ડૉ. કૅટી સુલેટાએ આ દાવાને ફગાવતાં કહ્યું કે ત્વચા દ્વારા ઝેરી તત્ત્વો બહાર નીકળી શકતા નથી. ડુંગળી પોષક છે, પણ શરદી વાઇરસથી થાય છે અને સામાન્ય રીતે એક અઠવાડિયામાં જાતે મટી જાય છે.
મોજાંમાં કાચી ડુંગળી રાખવાથી શરદી મટે? નિષ્ણાતોએ દાવો ફગાવ્યો
Source: BBC Gujarati