નવરાત્રિ નજીક આવતાં યુવાનોમાં ફેસ ગ્લો અને IV થેરપીનો ક્રેઝ વધ્યો છે. લોકો 2 હજારથી 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી રહ્યા છે. ડૉ. યોગેશ ગુપ્તા અને ડૉ. ધ્યેય શાહે મેડિકલ જરૂરિયાત વગર IV ડ્રિપ લેવી સેફ ન હોવાની ચેતવણી આપી છે. તેમણે સસ્તી ગ્લો પ્રોડક્ટ્સ અને બિનજરૂરી ટ્રીટમેન્ટથી સાવચેત રહેવા સલાહ આપી છે.
નવરાત્રિ પહેલાં ગ્લો અને IV થેરપીનો ક્રેઝ, ડોક્ટરોએ ચેતવણી આપી
Source: VTV Gujarati