રાજકોટમાં દેવ ફાસ્ટ ફૂડમાંથી ૧૩૨ કિલો અખાદ્ય જથ્થો મળ્યો, સીલ અને ૧૦ હજારનો દંડ

રાજકોટમાં દેવ ફાસ્ટ ફૂડમાંથી ૧૩૨ કિલો અખાદ્ય જથ્થો મળ્યો, સીલ અને ૧૦ હજારનો દંડ

રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચે નિર્મલા રોડ પરની દેવ ફાસ્ટ ફૂડમાં ચેકિંગ કરતા ફ્રીઝ અને સ્ટોરેજમાં જીવાત, વંદા અને ઉંદર મળ્યા હતા. ૧૩૨ કિલો અખાદ્ય-વાસી ખોરાકનો નાશ કરી પેઢીને સીલ કરી રૂ.૧૦,૦૦૦નો દંડ વસૂલાયો હતો. કુલ ૩૮ પેઢી-રેસ્ટોરન્ટની તપાસમાં ૧૪૭ કિલો અખાદ્ય જથ્થો નષ્ટ કરાયો અને ચાર પેઢીને નોટિસ ફટકારાઈ હતી.

Source: Aajkaal Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies