ઇથોપિયામાં એજન્ટો દ્વારા બંધક બનાવાયેલા મહેસાણા અને ગાંધીનગરના ત્રણ ગુજરાતીઓને એક કરોડની ખંડણી વગર મુક્ત કરાવાયા છે. વિદેશ મંત્રાલય અને પોલીસના સંકલનથી ત્રણેય આજે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર સહીસલામત પહોંચ્યા. ગેરકાયદેસર અમેરિકા જવાની લાલચમાં ફસાયેલા આ લોકોને મોકલનારા એજન્ટો સામે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઇથોપિયામાંથી ત્રણ ગુજરાતી બંધક મુક્ત, ભારત પરત
Source: Aajkaal Gujarati