અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છ નવરાત્રિ સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં સોસાયટીઓ અને ગરબા આયોજકો ભાગ લઈ શકશે. શહેર કક્ષાએ ગરબા આયોજકોને પ્રથમ ઇનામ એક લાખ રૂપિયા અને સોસાયટીઓને 51 હજાર રૂપિયા મળશે. ઝોન કક્ષાએ પણ આકર્ષક ઇનામો રાખવામાં આવ્યા છે. આ પહેલનો હેતુ ઝીરો વેસ્ટ થીમને પ્રોત્સાહન આપવાનો છે.
અમદાવાદ મનપાની સ્વચ્છ નવરાત્રિ સ્પર્ધા, વિજેતાઓને રોકડ ઇનામ
Source: Aajkaal Gujarati