કચ્છના કાળો ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વન અધિકારી જયેશ દુમાદિયાની ટીમને ગુજરાતમાં દુર્લભ ગણાતો આફ્રો-એશિયન સેન્ડ સ્નેક મળી આવ્યો હતો. આ પહેલાં તેમની ગાડીમાં એક રજવાડી સાપ ઘૂસી ગયો હતો, જેને બહાર કાઢતી વખતે આ દુર્લભ સાપ જોવા મળ્યો. નિષ્ણાતોએ ફોટા અને વીડિયોના આધારે તેની ઓળખ કરી હતી.
કચ્છમાં દુર્લભ આફ્રો-એશિયન સેન્ડ સ્નેક જોવા મળ્યો
Source: BBC Gujarati