દેશમાં દક્ષિણ-પશ્ચિમ મૉનસૂનની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે 2થી 7 ઓક્ટોબર દરમિયાન કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પૂર્વોત્તર અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને પહાડી રાજ્યોમાં 5થી 7 ઓક્ટોબર વચ્ચે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ 2 ઓક્ટોબરે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
મૉનસૂન વિદાય વચ્ચે 2થી 7 ઓક્ટોબર સુધી ભારે વરસાદનું એલર્ટ
Source: VTV Gujarati