ભારતીય શેરબજારમાં સતત આઠમા અઠવાડિયે ઘટાડો નોંધાયો છે, જે 25 વર્ષનો સૌથી લાંબો મંદીનો દોર છે. આ ગાળામાં સેન્સેક્સ 6,590 પોઈન્ટ અને નિફ્ટી 2,149 પોઈન્ટ તૂટ્યા છે. રોકાણકારોના રૂ.26 લાખ કરોડ સ્વાહા થયા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારે વેચવાલી અને અમેરિકન બોન્ડ યીલ્ડ, ક્રૂડ ઓઈલ તથા રૂપિયાની નબળાઈએ બજારને દબાણમાં મૂક્યું છે.
શેરબજારમાં 25 વર્ષનો સૌથી મોટો કડાકો, 8 સપ્તાહમાં સેન્સેક્સ 6,590 પોઈન્ટ તૂટ્યો
Source: Aajkaal Gujarati