હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી અને વાતાવરણ સૂકું રહેશે. હાલ કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ નથી. આ સિઝનમાં રાજ્યમાં સરેરાશ 11 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 ટકા વરસાદની ઘટ છે. નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓને રાહત થઈ છે, જ્યારે ખેડૂતોએ પિયત પર નિર્ભર રહેવું પડશે.
ગુજરાતમાં 7 દિવસ વરસાદ નહીં, નવરાત્રિને રાહત
Source: Gujarat First