RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ ચેતવણી આપી છે કે આગામી આર્થિક સંકટ બેંકો કે ફાયનાન્શિયલ સેક્ટરને બદલે ભૂ-રાજકીય ઘટનાક્રમ, સાઈબર હુમલા કે ટેકનોલોજીમાં ખરાબીને લીધે શરૂ થઈ શકે છે. કૌટિલ્ય ઈકોસિસ્ટમ કોન્ક્લેવમાં તેમણે જોખમોને બાહ્ય અને પરસ્પર જોડાયેલા ગણાવી, બેંકિંગ સિસ્ટમ પૂરતી ન હોવાનું જણાવ્યું. તેમણે NBFI, ફાયનાન્શિયલ માર્કેટ, પેમેન્ટ સિસ્ટમ અને ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી મજબૂતી વધારવા તથા વધુ સારા ડેટાની માંગ કરી.
આગામી આર્થિક સંકટ સાઈબર હુમલા કે ભૂ-રાજકીય ઝાટકાથી: RBI ગવર્નર
Source: Gujarati Jagran