ફ્લાયદુબઈ ફ્લાઈટના 174 યાત્રીઓના જીવ બચાવનાર ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી. તેમણે કોકપિટમાં કો-પાયલટ દ્વારા નમાઝ બાદ કરાયેલા હુમલાનો ઘટનાક્રમ જણાવ્યો. 30 સપ્ટેમ્બરની આ ઘટનામાં ગંભીર ઈજા છતાં તેમણે દરવાજો ખોલી વિમાનને બચાવ્યું. પીએમ મોદીએ પણ તેમની સાથે વીડિયો કોલ પર વાત કરી હતી.
કેપ્ટન સ્મિત મચ્છરે નેતન્યાહુને કોકપિટ હુમલાની કહાની સંભળાવી
Source: News18 Gujarati