શારદીય નવરાત્રિ 11 ઓક્ટોબર 2026, રવિવારથી શરૂ થશે. શાસ્ત્રોક્ત શ્લોક મુજબ રવિવારે પ્રારંભ થતાં મા દુર્ગાનું વાહન હાથી હશે, જે ઉત્તમ વરસાદ, પાક અને સમૃદ્ધિનો શુભ સંકેત છે. 19 ઓક્ટોબરે મહાનવમી અને 20 ઓક્ટોબરે વિજયાદશમી ઉજવાશે. મંગળવારે વિજયાદશમી હોવાથી પ્રસ્થાન ઘોડા પર થશે, જે ચંચળતા અને અશાંતિનો સંકેત મનાય છે.
શારદીય નવરાત્રિ 2026: મા અંબા હાથી પર સવાર થઈને આવશે
Source: VTV Gujarati