પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને 10 ઓક્ટોબર સુધી ચાલશે. ધર્મગ્રંથો અનુસાર અકસ્માત, આત્મહત્યા, હિંસા કે ડૂબવાથી અકાળે મૃત્યુ પામેલા પિતૃઓનું શ્રાદ્ધ ચતુર્દશી તિથિએ કરવું જોઈએ, જેને શસ્ત્રઘાત મૃતક શ્રાદ્ધ કહેવાય છે. આ વર્ષે ચતુર્દશી શ્રાદ્ધ 9 ઓક્ટોબર, શુક્રવારે છે. સામાન્ય મૃત્યુવાળા માટે આ તિથિએ શ્રાદ્ધ ન કરવું, તેમના માટે સર્વ પિતૃ મોક્ષ અમાસ યોગ્ય મનાય છે.
અકાળ મૃત્યુ પામેલા પિતૃઓનું શ્રાદ્ધ ચતુર્દશીએ, 9 ઓક્ટોબરે વિધિ
Source: VTV Gujarati