ચોમાસું વિદાય લેતું હોવા છતાં, બંગાળની ખાડીમાં તોફાની પવનો અને ગલ્ફ ઓફ મન્નારમાં ચક્રવાતી પરિભ્રમણને કારણે IMDએ દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 60 કિમી/કલાકની ઝડપે તોફાની પવન અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ છે, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા અને ખેડૂતોને પાક સુરક્ષાની સૂચના આપવામાં આવી છે.
ચોમાસાની વિદાય ટાણે 15 રાજ્યોમાં ભારે વરસાદનું યલો એલર્ટ
Source: Gujarati Jagran