જામનગરમાં જનતા ફાટક નજીક નંબર પ્લેટ વગરના ડમ્પરે હડફેટે લેતાં એક યુવકનું મોત થયું છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ડમ્પર પર નંબર પ્લેટ ન હોવાથી વાહનની ઓળખ અને જવાબદારી નક્કી કરવામાં તકલીફ પડી રહી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
જામનગરમાં નંબર પ્લેટ વગરના ડમ્પરે યુવકને કચડ્યો, મોત
Source: Khabar Gujarat