ITRA જામનગરના સંશોધનમાં 6-14 વર્ષના 38 બાળકો પર 8 અઠવાડિયાના પ્રયોગમાં આયુર્વેદિક ચૂર્ણ સાથે યોગાસન કરાવવાથી પથારી ભીની કરવાની સમસ્યામાં 70% સુધી રાહત મળી. માત્ર દવા લેનારા જૂથમાં 38% સુધારો થયો. યાદશક્તિ, એકાગ્રતા અને ચિડચિડાપણામાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. આ અભ્યાસ આયુ જર્નલમાં પ્રસિદ્ધ થયો છે.
ITRA જામનગર: યોગ અને આયુર્વેદથી પથારી ભીની કરવાની સમસ્યામાં 70% રાહત
Source: Aajkaal Gujarati