જામનગરના ગ્રીન સિટી રોડ પર કેપિટલ આઇકોનિક ગ્રુપ દ્વારા તૈયાર કરાયેલા કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ૧૪ હજાર ફૂટના Zudio સ્ટોરનો શુભારંભ થયો છે. આ સ્ટોરમાં મેન્સ, લેડીઝ અને કિડ્સ વેરની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. ગ્રુપ મેમ્બર હર્ષ મોદીએ જણાવ્યું કે આ ગ્રીન સિટી રોડ પરનું બીજું કોમ્પલેક્ષ છે, જ્યાં પહેલા VMart આવ્યું હતું. Zudio સ્ટોરની ઉપર ટૂંક સમયમાં ૩ સ્ક્રીન સાથે મલ્ટિપ્લેક્સ શરૂ થશે.
જામનગરના ગ્રીન સિટી રોડ પર Zudio સ્ટોરનો શુભારંભ
Source: Aajkaal Gujarati