દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી એલસીબીએ મધ્યપ્રદેશથી ઘૂસાડાતો ₹1.20 કરોડનો વિદેશી દારૂ ઝડપ્યો છે. ટ્રક સહિત કુલ ₹1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોબાઈલ અને જીપીએસ તપાસ શરૂ કરી છે, જ્યારે સરહદી ચેકપોસ્ટ પર 24 કલાક ચેકિંગ વધુ સઘન બનાવાયું છે.
દાહોદમાં ₹1.20 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, ટ્રક ચાલક પકડાયો
Source: Gujarat First