ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, જેમાં AI ટ્રાફિક સિગ્નલ, સ્માર્ટ સ્કૂલ, રાંદેસણમાં ક્રિકેટ સ્ટેડિયમ અને ડબલ ડેકર બસની જાહેરાત છે. શહેરને વૈશ્વિક સ્માર્ટ સિટી બનાવવા અને ગુજરાતનું સ્પોર્ટ્સ કેપિટલ બનાવવાનો દાવો કરાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઝોનલ કચેરીઓના વિકેન્દ્રીકરણથી વહીવટ લોકો સુધી પહોંચાડવાની ખાતરી આપી છે.
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપનો સંકલ્પ પત્ર જાહેર
Source: Gujarat First