ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી અને વાતાવરણ સૂકું રહેશે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની ધારણા છે, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધારે છે. ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા સૂકા પવનોને કારણે ભેજ ઘટ્યો છે. બપોરે ઉકળાટ અનુભવાય છે, પરંતુ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
ગુજરાતમાં 7 દિવસ સૂકું હવામાન, તાપમાન 37 ડિગ્રી સુધી
Source: Gujarat First