પાકિસ્તાને દેશમાં બનેલી ફતહ-4 ક્રૂઝ મિસાઇલના વધુ અંતર સુધી માર કરતા નવા વર્ઝનનું સફળ પરીક્ષણ કર્યાનો દાવો કર્યો છે. સેનાની મીડિયા શાખા આઈએસપીઆરએ જણાવ્યું કે મિસાઇલમાં અત્યાધુનિક નેવિગેશન ટેક્નોલોજી છે અને તે જમીનની નજીક ઉડીને રડારને થાપ આપી શકે છે. નિષ્ણાતોના મતે તેની રેન્જ 750 કિલોમીટરથી વધુ હોઈ શકે છે.
પાકિસ્તાને ફતહ-4 ક્રૂઝ મિસાઇલના નવા વર્ઝનનું પરીક્ષણ કર્યું
Source: BBC Gujarati