ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા શહેર સંગઠનના પદાધિકારીઓ, સેલ મોરચાના હોદેદારો, પ્રભારીઓ અને પૂર્વ પ્રમુખો સાથે પરિચય બેઠક યોજાઈ. ગુજરાત પ્રદેશ સહ મહામંત્રી અરુણ બિન્નાડી અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ સંગઠનાત્મક સંકલન બેઠકો, ટિફિન બેઠકો અને રિપોર્ટિંગ પર ભાર મૂક્યો. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓને બૂથ સ્તર સુધી જવા અને સંગઠન મજબૂત બનાવવા જણાવાયું.
ભાજપ જામનગર મહાનગર દ્વારા પરિચય બેઠક યોજાઈ
Source: Aajkaal Gujarati