ચોમાસાની વિદાય વચ્ચે ભારતીય હવામાન વિભાગે દેશના 23 રાજ્યોમાં તોફાની પવન અને ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ સહિતના વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. બદલાતા હવામાનથી તૈયાર પાકને નુકસાનની ભીતિ છે, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
IMDની ચેતવણી: 23 રાજ્યોમાં 70 કિમીની ઝડપે તોફાની પવન સાથે ભારે વરસાદ
Source: Gujarati Jagran