ચીને સપ્ટેમ્બરમાં 23 ટન સોનું ખરીદ્યું, ભંડાર રેકોર્ડ 2,410 ટન

ચીને સપ્ટેમ્બરમાં 23 ટન સોનું ખરીદ્યું, ભંડાર રેકોર્ડ 2,410 ટન

ચીનની મધ્યસ્થ બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ સપ્ટેમ્બરમાં 23 ટન સોનું ખરીદ્યું છે, જે સપ્ટેમ્બર 2023 પછીની સૌથી મોટી માસિક ખરીદી છે. આ સાથે ચીનનો કુલ સોનાનો ભંડાર રેકોર્ડ 2,410 ટન થઈ ગયો છે. જુલાઈ અને ઓગસ્ટમાં 20-20 ટન ખરીદી બાદ આ વધારો થયો છે. ચીન હાલમાં અમેરિકા, જર્મની, ઈટાલી અને ફ્રાંસ પછી વિશ્વનો પાંચમો સૌથી મોટો ગોલ્ડ રિઝર્વ ધરાવતો દેશ છે.

Source: Gujarati Jagran

More in Business & Finance

Read the live feed on ZapIndies